નવી શિક્ષણ નિતીને લઈ ડૉ. ડી.પી સિંઘનું નિવેદન

admin
1 Min Read

ગૂજરાત વિદ્યાપીઠમાં બે દિવસીય રાષ્ટ્રીય ઓલ ઈન્ડીયા વાઈસ ચાન્સેલરોની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથી તરીકે યુજીસીના ચેરમેન ડૉ. ડી.પી.સિંઘ હાજર રહ્યા હતા જ્યાં તેમણે ગ્લોબલ વર્લ્ડ રેન્કીંગમા દેશની યુનિવર્સિટીને લઈને મીડિયાને જણાવ્યું હતું કે, યુજીસીને નાબૂદ કરી નેશનલ હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચના કરવી તે કેન્દ્ર સરકારનો નિર્ણય છે.

પરંતુ ગ્લોબલ વર્લ્ડ રેન્કિંગમાં દેશની યુનિવર્સિટીઓ આવતી નથી તેનું મુખ્ય કારણ ભારતની યુનિવર્સિટીઓમાં અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. ઈન્ટરનેશનલ રેકિંગમા માત્ર વિદેશી વિદ્યાર્થીઓને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. જેના કારણે ભારતે ગ્લોબલ રેન્કીંગ કમિટીને જરુરી સુધારા કરવા અનુરોધ પણ કર્યો છે. જો ભારતે કરેલા સુચનો મુજબ ફેરફાર કરવામાં આવશે તો આવનારા સમયમમાં ભારતની યુનિવર્સિટીઓ પણ વર્લ્ડ રેન્કીંગમાં સ્થાન મેળવશે. સાથે જ તેમણે નવી શિક્ષણનીતિ અંગે પણ જણાવ્યું હતું.

Share This Article