ખાંભાના ધારી માર્ગ પર મસમોટું વૃક્ષ ધરાશાયી

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાંભા તાલુકામાં છેલ્લા 20 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં કપાસ, મગફળી, તલ સહિતનો પાક નિષ્ફળ ગયો છે. મહત્વનું છે કે ખેડૂતોએ મોંઘાભાવના બિયારણો લાવીને વાવણી કરી હતી ત્યારે હવે પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પણ હવે મેઘરાજાને ખમૈયા કરવાની આજીજી કરી રહ્યાં છે. ધારીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ધારીના સરસીયામાં ધોધમાર વરસાદ પડ્યો. જેથી ગામમાં પાણી ભરાયા છે.  ગામમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. ભારે વરસાદના પગલે ધરી માર્ગ પર મસમોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે, ધરી રોડ પર પીપળનું વૃક્ષ ધરાશાયી થતા રોડ બંધ કરવામાં આવ્યો હતો અને વાહન વ્યવહારને ભારે અસર જોવા મળી હતી. વાહનોની લાંબી કતાર કોવા મળી હતી.

Share This Article