ફાયર વિભાગની સીલ મારવાની કામગીરી યથાવત

admin
1 Min Read

સુરતમાં આવેલ સરથાણા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવી છે. ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા સીલ મારવાની કામગીરી આજે પણ યથાવત રાખવામાં આવી હતી. શહેરની ચાર શાળાઓ અને એક ક્લિનિક તથા ૬૫ દુકાનોને સીલ મારવામાં આવી હતી. ફાયર સેફ્ટીના સાધનો અંગે વારંવાર નોટિસ અપાયા બાદ પણ સુવિધા ઉપલબ્ધ ન કરાતા ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા એકાદ અઠવાડીયા કરતાં વધુ સમયથી સપાટો બોલાવવાની કામગીરી ચાલી રહી છે. તંત્રના આદેશને ઘોળીને પી જનારા દુકાનદારો, સ્કૂલ સહિત હોસ્પિટલ સામે પણ ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રોજબટ્સ નવસારી બજાર અને પીઆર ખાતીવાળા મગદલ્લા વરાછાની રચનાં વિદ્યા સ્કૂલ અને શ્રી કૃષ્ણાં વિદ્યાલયને સીલ કરી દેવામાં આવી હતી. સ્ટેશન વિસ્તાર નેશનલ કોપ્લેક્સની 65 દુકાનો સીલ કરવામાં આવી હતી.

 

Share This Article