પ્રિયંકા-કપિલનો વિડિઓ થયો વાયરલ

admin
1 Min Read

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિન્ક’ના પ્રમોશન માટે કે ‘ધ કપિલ શર્મા શૉ’માં પહોંચી હતી. અહીં તેણે કપિલ શર્મા સાથે ખૂબ મસ્તી કરી. આ સિવાય પ્રિયંકાએ કપિલને બે મોટી ઑફર પણ આપી જેમાંથી કપિલે 2 કરોડની ઑફરની પસંદગી કરી.આ આખી ડીલનો વીડિયો કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

વીડિયો શૅર કરતાં કપિલે લખ્યું છે એક્સ્ક્લુસિવ વાતચીત પ્રિયંકા ચોપરા સાથે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા કપિલને પૂછે છે કે, “2 કરોડનો ચેક અને 6 હોટ છોકરીઓ સાથે માલદીવ્સમાં એક હોલીડે…..શેની પસંદગી કરીશ?” તેના પર કપિલ કહે છે, “હું 2 કરોડ લઈશ, કારણકે સેમ પૅકેજ હું 60 હજારમાં અરેન્જ કરી લઈશ.” કપિલનો આ જવાબ સાંભળીને પ્રિયંકા પણ જોરથી હસવા લાગે છે.જણાવીએ કે પ્રિયંકા હાલ ‘ધ સ્કાઇ ઇઝ પિન્ક’નું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ તે ડાન્સિંગ રિયાલિટી શૉ ‘ડાન્સ દીવાને 2’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન 7’માં પહોંચી હતી. પ્રિયંકા ચોપરા આ ફિલ્મ સાથે ત્રણ વર્ષ પછી બોલીવુડમાં કમબૅક કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર પણ લીડ રોલમાં છે. તે સિવાય આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ઝાયરા વસીમ પણ જોવા મળશે. ઝાયરા ફિલ્મમાં પ્રિયંકાની દીકરીનું પાત્ર ભજવી રહી છે.

Share This Article