વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારી લાંચ લેતા પકડાયા

admin
1 Min Read

વાઘોડિયા તાલુકાના મહિલા તાલુકા વિકાસ અધિકારીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 24 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહિલા ટીડીઓએ કોન્ટ્રાક્ટરનું બીલ મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાઘોડિયાના મહિલા તાલુકા વિકાસ અધિકારી કે.પી.પંચાલને રૂપિયા 24 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા વાઘોડિયા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા તાલુકામાં વિવિધ કામ કરતા કોન્ટ્રાક્ટરે બીલો મૂક્યા હતા. જે બીલો મંજૂર કરવા માટે ટી.ડી.ઓ.એ લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હતા. જેથી તેઓએ એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી.કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે એ.સી.બી.એ મહિલા ટી.ડી.ઓ. કે.પી.પંચાલની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ટી.ડી.ઓ. કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 24 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. એ.સી.બી.એ મહિલા ટી.ડી.ઓ. સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. એ.સી.બી. દ્વારા મહિલા તાલુકા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને સર્ચ કરવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article