રાજુલાના વાવેરા ગમે ગંભીર અકસ્માત

admin
1 Min Read

સોમવારે અકસ્માતની 7 ઘટનામાં કુલ 36 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ અંબાજીના ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલ્ટી જતાં અત્યાર સુધી 22 લોકોના મોત નીપજ્યા છે. તેમજ 54 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. હજુ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. અન્ય અકસ્માતો પર નજર કરીએ તો ડીસા નજીક જીપ-ટ્રેલર ટકરાતાં 5નાં મોત, મહેમદાવાદ નજીક એક્સ. હાઇવે ઉપર 5નાં મોત, રાજપીપળામાં ખાડાના કારણે પટકાયેલા બાઇક સવારનું મોત, દાંતીવાડા ચોંડુગરી નજીક કારની ટક્કરે એકનું મોત અને ડમ્પરે મોટર સાયકલે હડફેટે લેતા વીજપડીના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારે વિજપડીના બાબુભાઇ રાણાભાઇ કલસરીયા (ઉ.વ.65) નામના વૃધ્ધ પોતાના 34 વર્ષીય પુત્ર ગુણુભાઇ સાથે આજે કોઇ કામ સબબ મોટર સાયકલ પર રાજુલા ગયા હતા. અને બપોરબાદ ત્યાંથી પરત પોતાના ગામ આવવા નીકળ્યાં હતા. દિપડીયા ગામથી નજીક તેમણે લઘુશંકા માટે મોટર સાયકલ ઉભુ રાખ્યું હતુ. તે સમયે જ પાછળથી પુરપાટ દોડી આવતા ડમ્પરે તેમના બાઇકને હડફેટે લીધુ હતુ. અકસ્માતની આ ઘટનામા બાબુભાઇ રાણાભાઇને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનુ મોત થયુ હતુ.

 

Share This Article