ઇન્ડો-ચાઇના વૉર પર બનશે વેબ સિરીઝ – જોવા મળશે અભય દેઓલ

admin
1 Min Read

૧૯૬પમાં થયેલા ઇન્ડો-ચાઇના વૉર પર આધારિત ‘ક્રશ પૉઇન્ટ’ વેબ-સિરીઝ માટે અભય દેઓલ ફાઇનલ થયો છે. અભય દેઓલ એક એવા સૉલ્જરનું કૅરૅક્ટર કરશે જેણે ચાઇના બૉર્ડર ક્રૉસ કરીને ચાઇનામાં દાખલ થઈ આખી બટૅલ્યનને ખતમ કરી હતી. અભય દેઓલ આ સાથે આ વેબ-સિરીઝમાં સુમીત વ્યાસ, વિનીત શર્મા અને રોશેલ રાવ જેવા ટીવી અને ડિજિટલ સ્ટારને પણ ફાઇનલ કરવામાં આવ્યા છે. હૉટસ્ટાર માટે બનનારી આ વેબ-સિરીઝનું ડિરેક્શન મહેશ માંજરેકર કરશે.

વેબ-સિરીઝની સ્ટારકાસ્ટમાં હજી પણ ત્રણથી ચાર મોટાં નામનો સમાવેશ થાય એવી શક્યતા છે.તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અભય દેઓલ ખૂબ ઓછી ફિલ્મો કરી રહ્યા છે. કેટલાક મહિના પહેલા અભય દેઓલ નેટફ્લિક્સની વેબસિરીઝ ‘ચોપસ્ટિક’માં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે મિથિલા પાલકર લીડ રોલમાં હતા. અભયે આ ફિલ્મમાં શૅફ અને ચોરનું પાત્ર ભજવ્યું હતું. તો મિથિલા એક સીધી સાદી છોકરીના પાત્રમાં દેખાઈ હતી, જેમની નવી કાર ચોરાઈ જાય છે અને અભય તેને શોધવામાં મદદ કરે છે. આ સિવાય અભયે તમિલ ફિલ્મ ધ હીરોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી.

Share This Article