હાઉસફુલ 4ની કાસ્ટએ શરૂ પ્રમોશન

admin
1 Min Read

તાજેતરમાં જ હાઉસફુલ 4 ના પોસ્ટરો પછી ફિલ્મનું ટ્રેલર તરત જ રજૂ કરવામાં આવ્યું હતું, જે દર્શકોને તેની પ્રથમ ઝલક પર પસંદ આવ્યું.હાઉસફુલ’ સિરીઝ અક્ષય કુમારના ચાહકોની પ્રિય ફ્રેન્ચાઇઝ ફિલ્મ રહી છે અને હવે તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.પ્રેક્ષકોની આ પ્રિય ફિલ્મ આ મહિને દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે.આવી સ્થિતિમાં ફિલ્મના સ્ટાર્સ તેના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માંગતા નથી.આ ફોટા જુહુના પ્રમોશનલ ફોટોશૂટનો એક ભાગ છે, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, ક્રિતી સેનન અને કૃતિ ખારબંદા સામેલ હતા………

આ કોમેડી ફિલ્મ પૂનર્જન્મ પર આધારિત છે. આ ફિલ્મ માટે બે સિનેમેટોગ્રાફર્સ કામ કરી રહ્યા છે, જે 16 મી અને 21 મી સદીને કેપ્ચર કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમારે 1419ના રાજકુમાર બાલા અને 2019 લંડન રિટર્નના હેરીની ભૂમિકા ભજવી છે.ટ્રેલરમાં દ્રશ્યો અને સંવાદો ‘બાહુબલી’, ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ના લોકપ્રિય દ્રશ્યોની યાદ અપાવે છે, જે સંપૂર્ણ હાસ્યજનક છે.અક્ષય સિવાય આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, કૃતિ સનન, કૃતિ ખારબંદા, પૂજા હેગડે અને બોબી દેઓલ છે, જે પોતાની હાસ્ય શૈલીથી પ્રેક્ષકોને હસાવવા તૈયાર છે.

 

Share This Article