અમરેલી : વડિયા પંથકમાં સતત વરસાદ

admin
1 Min Read

અમરેલી જીલ્લાના વડિયા પંથકમાં સતત વરસાદના લીધે કુવાથી પાણી ઉભરાયા છે. છેલ્લા 6 દિવસથી આ ઉભરાતું પાણી વાવેલ કરેલ ખેતરમાં આવી રહ્યું છે. જે ખેતીને નુકસાન કરી રહ્જ્યું છે. આ ખેતરને લગતા આગળ ઉપરવાસ સુરવો ડેમ આવેલો છે. જ્યારથી સુરવોડેમ ઓવર ફ્લો  થયો છે. ત્યારથી ખેડૂત મગનભાઈ પાઘડાળની વાડી પાણીથી ઉભરાઈ ગઈ છે. તો બીજી બાજુ 3 ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે. પોતે વાવેલી મગફળીમાંથી પણ પાણીની ધારાઓ નીકળતી રહે છે અને પાક નિષ્ફળ ગયા છે. ત્યારે હાલ સતત વરસાદ પડતાં ખેતરમાં કપાસ અને મગફળીના પાકને વ્યાપક ફાયદો થયેલ છે. ત્યારે હાલ સરકાર દ્વારા યોગ્ય સહાય કરે તેવી માગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

 

Share This Article