દાહોદમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી

admin
1 Min Read

દાહોદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી તેમજ સ્વચ્છ ભારત અભિયાનના પાંચ વર્ષ પૂર્ણ થયા તેના ભાગરૃપે સ્વચ્છતાની ઐતિહાસિક સિધ્ધી અન્વયે સ્વચ્છતા હી સેવા ૨૦૧૯ માસ કેમ્પેન અંતર્ગત દાહોદ નગરમાં સ્વચ્છતા રન મેરેથોન, પ્લાસ્ટીક મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એમ.આર.પટેલ વિદ્યાલય તોયણી ખાતે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી એન.એસ.પટેલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને કહીએ” તેનું ગાન કરવામાં આવ્યું હતું. બાપુના જીવન પ્રસંગો તેમજ તેમના પ્રેરક પ્રસંગોની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત ભારત” ના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

Share This Article