Nari Shakti: ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ

admin
2 Min Read

ગુજરાતના છેવાડાના નર્મદા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા જેઓએ સજીવ ખેતી કરીને રાજ્યભરમાં એક અલગ ઓળખ બનાવી છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકરમાં જમીનમાં ખેતી કરી છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે.

પાંચપીપળી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવા આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠન અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા છે. સાગબારાની આગાખાન સંસ્થા સાથે રહીને ઉષાબેન સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં અનેક સેવાકાર્ય કરે છે. તેમના પતિ દિનેશભાઈ વસાવા પણ તેમની સાથે રહી આ ખેતીમાં મદદ કરે છે. આમ આજના યુગમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરે છે, જેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર વડે શુદ્ધ શાકભાજી, દેશી લાલ ડાંગર, શેરડી અને ઘઉં સહિત ચિજવસ્તુઓ ઉગાડીને એક દિશાસૂચક બની છે. ઉષાબેને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ઉષાબેનને ઓર્ગેનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. ઉષાબેન વસાવાની સામાજિક તેમજ મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, ટેકનોલોજી અને ખાતરનો ઉપયોગ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરીની સરકારે પણ નોંધ લીધી છે. ઉષાબેન આગાખાન સંસ્થાના સહયોગથી ચાલતા મહિલા મંચ સાગબારાના પ્રતિનિધિ છે.

મહિલા મંડળો સાથે બહેનોને હક અધિકાર અપાવવા,બહેનોના નામે જમીન કરાવવા,બહેનોને આજીવિકા માં સુધારો થાય તે માટે સરકારી વિભાગો સાથે સતત સંકલનમાં રહી તેમને દરેક યોજનાના લાભ અપાવવા, જરૂરિયાત મંદ લોકોને માહિતી આપવા, ઘરેલુ હિંસાના કિસ્સામાં પોલીસ સ્ટેશન,કોર્ટ કે ગ્રામ પંચાયત સાથે રહીને ઉકેલ કરાવવા, બાળ લગ્ન અટકાવવા, સજીવ ખેતી કરાવીને વિસરાતું અનાજને પાછું લાવવા, મહિલા સંગઠન થકી બીજ બેન્ક ઉભી કરવા, સ્ત્રી રોગ માટે આરોગ્ય કેમ્પ રાખવા વગેરે જેવા કામો કરે છે. તો બીજી બાજુ સરકારી યોજનાનો લાભ લઈ જાતે ઓર્ગેનિક ખેતી કરી ઉષાબેને નારી શક્તિનો પરચો આપ્યો છે. આ મહિલાને ઓર્ગેનિક ખેતી કરતા જોઈ અન્ય ખેડૂતો પણ સજીવ ખેતી તરફ વળ્યા છે.

Share This Article