સુરત : સીટીલાઇટ શોપીંગ સેન્ટરના દાદરનો ભાગ તુટ્યો

admin
1 Min Read

શહેરના સીટીલાઇટ વિસ્તારના સીટીલાઇટ શોપીંગ સેન્ટરના દાદરનો ભાગ ધડાકા ભેર તુટી પડયો હતો. ઘડાકા ભેર તુટી પડેલા દાદરનો કાટમાળ વાહનો પર પડતા ભારે નુકશાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી વધુ માહિતી અનુસાર શહેરના પોશ વિસ્તાર ગણાતા સીટીલાઇટ વિસ્તારમાં સીટીલાઇટ શોપીંગ સેન્ટરનો દાદરનો ભાગ આજે ધડાકા ભેર તુટી પડયો હતો. ખખડધજ થઇ ગયેલો સિમેન્ટ – કોક્રીટનો ત્રણ માળ સુધીનો દાદર તુટી પડતા થયેલા ધડાકાથી શોપીંગ સેન્ટરના દુકાનદારો અને આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી દાદરમાંથી સિમેન્ટ કોક્રીંટના પોપડા ખડી રહ્યા હતા. પરંતુ સ્થાનિક દુકાનદાર અને ઓફિસ ધારકોએ રીપેરીંગ માટે આંખ આડા કાન કરતા દાદર તુટી પડયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હોતી. પરંતુ દાદરની નીચેના ભાગે લોકો વાહન પાર્ક કરતા હોવાથી વાહનોને નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું અને કાટમાળ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે કોપ્લેક્ષમાં ટયુશન કલાસીસ આવેલા છે. પરંતુ ગાંધી જયંતિ હોવાથી કલાસીસમાં રજા હતી અન્યથા કોઇ મોટી દુધર્ટના સર્જાતા રહી હતી.

Share This Article