દાહોદ : લીમખેડામાં પતરાનું કેબીન મુકતા લોકોને અવરજવરમાં તકલીફ

admin
1 Min Read

લીમખેડા શાસ્ત્રી ચોક પર પીકઅપ સ્ટેન્ડ નજીક બજારમાં વર્ષોથી વસવાટ કરીને લુહાર જાતિના ૧૫ જેટલા પરિવારો લુહારી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તે લોકોના ઘરની આગળ હસમુખભાઈ ડબગર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા અરજદાર હસમુખભાઈ ડબગરની રજુઆતને ધ્યાનમાં લઈને લુહાર પરિવારના ઘરોની આગળ કેબીન મુકવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેક્ટરના હુકમને આધારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે કેબીન મુકવામાં આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા અવર જવર માટે પણ તકલીફ પડી રહી છે. સાથે તેઓના ધંધા રોજગારમાં પણ મોટી ક્ષતી પહોંચતા આજે લુંહાર પરિવારના ૧૫ જેટલા પરિવારના ૫૦ થી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે, સ્થાનિક રહીશોની માંગ છે કે, તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા તેઓને અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી લોકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનીક લોકોએ પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજુઆત કરી હતી અને સ્થળ ઉપર તપાસ કરાવી યોગ્ય નિરાકરણ લાવવા તેમજ ન્યાય અપાવવાની માંગ કરી હતી.

Share This Article