અમદાવાદ : હવે ગરબાના રંગમાં ભંગ નહીં પાડે મેઘરાજા

admin
1 Min Read

રાજ્યમાં લીલા દુષ્કાળની સર્જાયેલી સ્થિતીને લીધે હવે ને તંત્ર પણ ચિંતિત બન્યુ છે. આજે વેધર વોચ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ચીફ સેક્રેટરી તથા મહેસુલ અગ્ર સચિવ પણ હાજર રહેશે. રાજ્યમાં હાલની વરસાદની સ્થિતી અંગે કરાશે સમીક્ષા સરકાર દ્વારા છેલ્લાં 30 વર્ષમાં થયેલા વરસાદની આંકડાકીય વિગતો મંગાવાઈ છે. ડેટાના આધારે આ વરસે કેટલો વધુ પ્રમાણમાં વરસાદ થયો તેને જે તે સમયે થયેલી અતિવૃષ્ટી સાથે સરખાવામાં આવશે. આ સાથે જ ભૂતકાળમાં થયેલી અતિવૃષ્ટિ સમયે તંત્રએ હાથ ધરેલા આયોજનો અંગે ચર્ચા કરાશે. ગરબા રસિકો અને ખેડૂતો માટે રાહત સમાચાર એ છે કે, ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ હટી ગઈ છે. ડિપ્રેશન હવે નબળું પડતાં માત્ર હળવા વરસાદની શક્યતા છે. ડિપ્રેશન રાજસ્થાન તરફ ફંટાયું છે. રાજ્યમાં સીઝનનો કુલ 140 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે હવે કાપણીના સ્ટેજ પર આવેલો પાક બગડી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કપાસથી લઇને મગફળી સુધીનો પાક બગડી ગયો છે. રાજ્યભરમાં તહેવાર એટલે નવરાત્રિના સમયે જ વરસાદ પડતાં ખેલૈયાઓની પણ મજા બગડી છે.

Share This Article