પંચભૂતોમાં વિલિન થયા ડૉ.એચ.એલ ત્રિવેદી

admin
1 Min Read

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઈન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક પદ્મશ્રી ડૉ.એચ.એલ ત્રિવેદીનું 87 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે બપોરના 2.30 કલાકે તેમણે કિડની ઈન્સ્ટિટયૂટમાં છેલ્લા શ્વાસ લીધા હતા. જ્યારે ગુરુવારે સવારે તેમના પાર્થીવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યા હતા. જે બાદ તેમના દુધેશ્વર પાસે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આઈ.કે.ડી.આર.સીના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ડૉ. ત્રિવેદીએ  અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. તેઓ પોતાની બિમારીની સામે લડી રહ્યા હતા. જણાવી દઈએ કે ડૉ. ત્રિવેદી છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની કિડની હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની બિમારી સામે લડી રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં વિશ્વ કક્ષાએ 400થી વધુ લોકોની સફળતા પૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાની કારકીર્દીનો પ્રારંભ 1977થી કર્યો હતો. જે બાદ 14 વર્ષ અમેરિકા-કેનેડામાં સેવા આપી હતી. આમ કિડની ટ્રાન્સપ્લાન્ટના ભગવાન કહેવાતા ડૉ. ત્રિવેદીનો દેહ પંતભૂતોમાં વિલિન થયો હતો.

 

Share This Article