અત્યાર સુધી વડોદરાના ગરબા જ વિખ્યાત હતાં પણ આ વર્ષે તો વડોદરાના મગર પણ વર્લ્ડ ફેમસ થયાં છે. એમાં આજે સાપે પણ મગરના પેંગડામાં પગ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર આજે મોડી સાંજે આવી ચડેલાં સાપનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગરબા ચાલુ હોત અને હજારો ખેલૈયા ગરબે ઘુમતા હોય એ સમયે જો સાપ નિકળ્યો હોત તો? આ પ્રશ્ને લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. વરસાદના વિઘ્ન બાદ માંડ માંડ ગરબાનો રંગ જામી રહ્યો છે ત્યાં આજે યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ પર મોડી સાંજના સમયે સાપે દેખા દીધી હતી. સાપ દેખાતાં આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. કોઈકે આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો. વિડીયોમાં કોઈ શખ્સને એવું કહેતા સાંભળી શકાય છે કે, સાપને મારી નાંખો… જોકે, અન્ય લોકો તેને આમ કરતાં અટકાવે છે. જોકે, આખરે સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સદનસીબે ગરબા શરૂ થાય એ પૂર્વે જ સાપે દેખા દીધી હતી. જો ગરબા ચાલુ થઈ ગયા હોત અને ખેલૈયાઓથી ભરચક મેદાનમાં સાપ નિકળ્યો હોત તો? લોકોમાં ભાગદોડ મચી ગઈ હોત અને એના કારણે કેવી અફરાતફરી મચી ગઈ હોત. તે અંગે લોકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -