ધારી ગામ શેત્રુંજી નદી ઉપરના ડેમના પાણીના ઉપરવાસમાં વસેલું છે. વર્ષાઋતુમાં આ ખોડીયાર ડેમ ભરાતા જ ધારી ગામ જાણે કાશ્મિરનું જેલમ નદી ઉપરનું શ્રીનગર જ જોઈલો કેમકે ડેમમાં પાણી ભરાતા જ ધારી ગામના નદી વોંકળા પાણીથી છલકાય જાય અને ગામના જુદાજુદા પરાઓ જાણે બેટ જેવા હોય તેવા દ્રશ્યો સર્જાય ત્યાં પરાઓમાં જવા માટે પૂલ ઉપર થઈ નેકે દૂર ફરી ને જ જવું પડે. રસ્તા ઉપરથી જયાં નજર કરો ત્યાં ડેમનું પાણી અને લીલા છમ વૃક્ષો જ દેખાય. વળી જયાં વૃક્ષો અને પાણી ભરપૂર હોય. ત્યાં કુદરતી રીતે જ પશુ પંખીઓ પણ હોય જ! અને તેથી પક્ષીઓના કિલકિલાટ અને મધૂર સૂરો સાંભળવા મળે છે. આ વિસ્તારમાં ધાર્મિક અને ઐતિહાસીક સ્થળો જેવા કે તુલસીશ્યામ, ભીમચાસ, મધ્યગીરમાં આવેલુ પવિત્ર કનકાઈ અને બાણેજ ધામની જગ્યાઓ દર્શનીય છે. ધારી ટાઉનમાં શેંત્રુજીના સામા કાંઠે આવેલ જીવન મુકતેશ્ર્વર મહાદેવની જગ્યા અને શેત્રુંજી ડેમ ઉપરનો ‘વ્યુ પોઈન્ટ’ એક વખત તો જોવા જેવી જગ્યા છે. આ જગ્યાઓનું પ્રાકૃતિક સૌદર્ય વર્ષાઋતુથી ચાલુ થઈ છેક દેવદિવાળી સુધી એવું અદભૂત રીતે ખીલી ઉઠે છે. જાણેકે હિમાચલ પ્રદેશ કે કાશ્મીર કે ગોવાના સુંદર પ્રદેશમાં હોવાનો અહેસાસ કરાવે છે. તેવા જ વૃક્ષો નદીઓ અને તળાવો ઝરણાઓ અને પર્વતો પશુ પંખીની હીલચાલ દીપી ઉઠે છે. આમ જોતા એવું લાગે કે બહાર કયાંય જવાની જ‚ર નથી કુદરતે તમામ સુંદરતા અહી ગીરમાંજ ફેલાવી દીધી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -