દાહોદ : ખરોદા ગામે ખેતરમાં યુવક પર વીજળી પડતા મોત

admin
1 Min Read

દાહોદ જિલ્લાના ખરોદા ગામે મડીયા ફળિયામાં રહેતા રસુ બીલવાલ બપોરના સમયે નજીકમાં આવેલા ખેતરમાં પોતાના જાનવરોને ઘાસ ચારો ખવડાવવા માટે લય ગયો હતો અને ગાય ભેંશ બકારાઓને ચરાવીને પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો તે સમયે ખેતર પાર કરીને રોડ ઉપર આવતા અચાનક આકાશમાં ધડાકા ભડાકા સાથે વીજળી રસુભાઈ પર પડતા તે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજી જતા આજુ બાજુના લોકો ભેગા થયા હતા. તેના પરિવારને જાણ કરતા તેના પરિવારના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દાહોદ રૂરલ પોલિસને જાણ કરી હતી તેમજ દાહોદ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને વીજળી પડતા મરણ જનાર યુવકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Share This Article