અમરેલી : સેંજળ ગામે પોલીસ દ્વારા કોમ્‍બીંગ ઓપરેશન હાથ ધરાયું

admin
1 Min Read

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે પોલીસ દ્વારા કોમ્‍બીંગ ઓપરેશન હાથ ધરી, પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો પકડી પાડેલ છે ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય સાહેબએ અમરેલી જીલ્‍લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે અમરેલી જીલ્‍લામા ભયજનક અને માથાભારે ઇસમો અંગે કોમ્‍બીંગ કરવા અને તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા એસ.પી દ્વારા પોલીસને જરૂરી સુચના આપવામાં આવી હતી. બાતમી આધારે સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથિયારો શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ રેઇડ દરમ્‍યાન નાસી જનાર મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયારધારા તળે ગુન્‍હો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાસી ગયેલ નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ અને ગૌતમ નરેન્‍દ્રભાઇ ખુમાણ બંને ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share This Article