Navratri Culture 2022 : ગોધરાના મુસ્લિમો દ્વારા છેલ્લા ૮૦ વર્ષથી દાંડિયા બનાવવાનું કામ કરી રહ્યા છે

admin
3 Min Read

આપણા દેશમાં જ નહિ, દુનિયામાં પણ ગોધરા શહેરના મુસ્લિમો કારીગરો દ્વારા બનાવવામાં આવેલા દાંડિયા પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ ૫૦૦ ઉપરાંત કારખાનાઓમાં કામ કરતા ૨૦૦૦ ઉપરાંત કારીગરોને કોરોના કાળમાં આર્થિક ભીંસમાં આવી પડ્યા હતા ત્યારે સરકારે છૂટ આપતા ફરીથી આ કારખાના ધમધમતા થયા છે તેના કારણે ૨૦૦ ઉપરાંત મુસ્લિમ કારીગરો પોતાની રોજીરોટી મેળવતા થયા છે.

માઁ આરાધનાનો પર્વ એટલે નવરાત્રી આ નવરાત્રી આવતા જ ગોધરા શહેરના દાંડિયાની માંગ શરૂ થઈ જાય છે કોરોના કાળમાં નવરાત્રિમાં ગરબા નહીં રમવાનો નિર્ણય કરતા ગત વર્ષે દાંડિયા ઉદ્યોગ ઉપર માઠી અસર પડી હતી તેને કારણે ૫૦૦ ઉપરાંત કારખાનાઓ બંધ થઈ ગયા હતા. અને ૨ હજાર ઉપરાંત કારીગરો નવરા બેસીને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.તેમજ કારખાનાના માલિકોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ કારખાનાઓ બંધ થતા જ આ કારીગરોએ છૂટક મજૂરી અને બીજા કામમાં લાગી ગયા હતા જયારે હવે સરકારે છૂટ આપી છે ત્યારે આ દાંડિયા બનાવતા મુસ્લિમ કારીગરોમાં એક ઉત્સાહ જોવા મળી રહયો છે કે તેઓના કારખાનાઓ ફરીથી ધમધમતા થયા છે. ગોધરાના મુસ્લિમો દ્વારા છેલ્લા ૮૦ વર્ષથી દાંડિયા બનાવવાનું કામ કરી રહ્યા છે અને આ ગોધરાના દાંડિયા એટલા બધા ફેમસ છે કે વિદેશ નહીં દુનિયામાં પણ તેની અનેક ઘણી માંગ છે.

નવરાત્રીના છ સાત મહિના પહેલાથી આ કારીગરો દાંડિયા બનાવવાનું કામકાજ શરૂ કરી દે છે અને દાંડિયા બનાવવાના કામમાં જોતરાઈ જાય છે.અંદાજે ૨૦૦૦ ઉપરાંત કારીગરો દાંડિયા બનાવીને પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. અને આ મુસ્લિમ કારીગરો અનેક પ્રકારના કલાત્મક ડિઝાઈન અને અવનવા રંગો વડે તૈયાર કરતા દાંડિયાઓ ની માંગ ગુજરાત,મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક ઘણી છે તે ઉપરાંત એશિયા ના મોટાભાગના દેશોમાં યુરોપ, અમેરિકા, આફ્રિકા, દુબઈ સહિતના દેશોમાં પણ ગોધરાના મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા દાંડિયાની મોટા પ્રમાણમાં માંગ રહેલી છે. રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને છૂટછાટ આપતા હાલ ગોધરા ની અંદર ફરીથી દાંડિયા બનાવવાના કારખાનાઓ ધમધમી ઉઠયા છે જેને લઇને મુસ્લિમ કારીગરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે માઁ આરાધના પર્વ એટલે કે નવરાત્રીમાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા દાંડિયા થી માતાજીના ગરબામાં વપરાઈ એજ સૌથી મોટું કોમી એકતાનું ઉદાહરણ છે

Share This Article