વડોદરામાં રોયલ ફેબલ્સ હસ્તકલાનું પ્રદર્શન

admin
1 Min Read

દેશના રાજા રજવાડાઓની ફેશન અને વિસરાઇ ગયેલી ફેશનને લોકો સમક્ષ રજુ કરતું રોયલ ફેબલ્સ હસ્તકલા પ્રદર્શન વડોદરામાં યોજવામાં આવ્યું છે. રોયલ ફેબલ્સ અને શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગાયકવાડ પરીવારના સંયુક્ત ઉપક્રમે 3 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં દેશના 35 રાજવી પરીવારોની ફેશન અને સંસ્કૃતિ રજુ કરવામાં આવશે. મહારાણી રાધીકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, પહેલીવાર રાજવી પરિવારો બરોડામાં એકત્રીત થઇ રહ્યા છે. તેઓ તેમની હસ્તકલા અને સંસ્કૃતિ બરોડાના લોકો સમક્ષ રજૂ કરશેરોયલ ફેબલ્સના ફાઉન્ડર અંશુ ખન્નાએ જણાવ્યું હતું કે, અમે ભારતની સંસ્કૃતિ અને વારસો જીવંત રાખવા માટે અને આવનારી પેઢી સુધી પહોચાડવા માટે પ્રયત્નશિલ છે. એક્ઝિબિશનમાં 4 ઓક્ટોબરના રોજ સવારે બિકારનેરવાલા પરીવારના રેણુકા અને સંજય અગ્રવાલ દ્વારા લક્ઝરી ગીફટીંગ બુટીક સૌગાતનું ઉદ્ધાટન કરવામાં આવશે. જ્યારે 5 ઓક્ટોબરના રોજ સાંજ ફીનાલે ઇવેન્ટમાં લેમલાઇટ ડાયમંડના સંયુક્ત ઉપક્રમે જ્વેલરી પર પેનલ ડીસ્કશન યોજવામાં આવશે.

Share This Article