અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધામા નાખ્યા…

admin
1 Min Read

માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગીર પંથકમાં ધોધમાર ત્રણ અને અમરેલી જિલ્લાના ખાંભા અને ધારી પંથકમાં બે ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ખમરાપુર વિસ્તારમાં મગફળીના પાકનું ધોવાણ થઈ ગયું છે. માળીયાના અમરાપુર ગીર ગામે દોઢ કલાકમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે અમરાપુર, કાત્રાસા, આંબલગઢ સહિત ગીર પંથકમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. અમરાપુર પંથકના ખેતરોમાં રહેલા મગફળીના પાકનું ધોવાણ થઈ ગયુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલી જિલ્લાના ખાંભામાં બે ઈચ વરસાદ પડતા મુખ્ય બજારો અને શેરીઓમાં પાણી ભરાયા હતા. ત્યારે બાબરામાં પણ ભારે વરસાદ પડયો હતો. હડીયા નદીમાં ઘોડાપુર આવ્યું હતુ. ખાંભ ઉપરાંત નાનુડી, ભાડ, વાંકીયા, નાના વિસાવદરમાં પણ વરસાદ પડયો હતો. નદી, નાળા છલકાય ગયા હતા. ભારે વરસાદના કારણે પાકને નુકસાન થતા ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા છે. ધારી પંથકના સરસીયામાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. ખેતરોમાંથી મગફળીનો પાક તણાઈ જતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Share This Article