સુરત : વિશ્વ પ્રાણી દિનની ઉજવણી કરાઈ

admin
1 Min Read

વાપી, જ્ઞાન ગંગા સ્કૂલ દ્વારા 4 ઓક્ટોબર એટલે વિશ્વ પ્રાણી દિનની ઉજવણી કરવામાં આવી હતી. 140 જેટલા વિદ્યાર્થીઓને પ્રાણી સંગ્રાહલયની મુલાકાત કરાવી હતી. વાપીની જ્ઞાન ગંગા શાળામાં 4 ઓક્ટોબરે વિશ્વ પ્રાણી દિન ઉજવવામાં આવ્યો છે. તેની ઉજવણીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1ના 140 વિદ્યાર્થીઓને પ્રાણી સંગ્રાહલયની મુલાકાત કરાવી. તેમાં રાખવામાં આવેલા વિવિધ પ્રાણીઓ જેવા કે ગાય, બળદ, ભેસ, બકરી, ઘેટાં, સસલા, કબુતર, ઘોડા, વાંદરા, કુતરા, બતક, તેમજ મરઘાને પ્રત્યક્ષ બતાવી તમામ ભૂલકાઓને પશુ પક્ષીઓ વિશે માહિતી આપી હતી. શાળા દ્વારા છેલ્લા 10  વર્ષથી આ પ્રકારે વિશ્વ પ્રાણી દિનની ઉજવણી કરવામાં આવે છે. શાળાના ચેરમેન સંદીપ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ પ્રાણી દિનની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો ને અભ્યાસમાં આવતા વિવિધ સવાલોના જવાબ પણ પ્રત્યેક્ષ નિહાળવાથી આસાનીથી મળી રહે છે અને આવી પ્રેક્ટિકલ પ્રયોગ કરવાથી બાળકોમાં ભણવાની ઉત્સાહ વધે છે.

 

Share This Article