દુધીનો હલવો બનાવવાની રીત

admin
2 Min Read

ઘરે જો જલ્દી થી બની જતી અને સૌ ને પસંદ આવતી વાનગી છે દુધી નો હલવો, આજે અમે દુધી નો હલવો બનાવવાની રીત લાવ્યા છીએ જે રીત ખુબજ સરળ પણ છે, dudhi halwa recipe in gujarati

દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ૧ દૂધી
  • ૩-૪ ચમચા ઘી
  • ૧ ચપટી બેકિંગ સોડા
  • ૪-૫ બદામ જીની સુધારેલી
  • ૧ ચમચી ચિરોંજી
  • ૧ ચમચો ઘી( ડ્રાય ફ્રુટ રોસ્ટ કરવા)
  • ૨ કપ ફુલ ક્રીમ દૂધ
  • ૧/૨ કપ ખાંડ
  • ૧/૨ ચમચી એલચી પાવડર
  • ૪-૫ કાજું સમારેલા
  • ૧-૨ ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
  • ગુલાબ ની પાંખડી સજાવવા માટે

દુધીનો હલવો બનાવવાની રીત

એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.

દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.

એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.

દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.

પછી તેમાં ૧/૨ કપ ખાંડ નાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચી પાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.

એક પ્લેટ માં ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.

Share This Article