સુરત : બુહારી ગામ ખાતે ગરબાનું આયોજન

admin
1 Min Read

માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે માઈ ભક્તોમાં રોજે રોજ ગરબાને લઈ ઉત્સાહ બેવડાઈ રહ્યો છે.  તાપી જિલ્લાના બુહારી માં નવરાત્રી પર્વ દરમિયાન સ્થાનિક નગરજનોમાં જન જાગૃતિ પણ જોવા મળી હતીમહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિના ભાગ રૂપે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે આપીલ કરાઈ છે.  બુહારીના ગામમાં પણ ગરબાના આયોજનમાં જાગૃતિ જોવા મળી હતી. અને સ્થાનિકોએ પ્લાસ્ટિક મુક્તિ માટે શપથ લીધા હતા.  બધી સુવિધાઓથી સજ્જ બુહારી ગામમાં સરપંચ દ્વારા મોદીજીના પ્લાસ્ટીક મુક્ત ભારત બનાવવા માટે લોકોને અપીલ કરાઈ હતી. સાથે સ્વચ્છતા અંગે પણ લોકોને જાગૃત કરાયા હતા.

Share This Article