ઝઘડિયા: પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત, બીટીપીનાં મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યું

admin
1 Min Read

ઝઘડિયાના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. પિતા અને પુત્રના વિવાદનો સુખદ અંત આવ્યો છે. બીટીપીનાં મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે. મહેશ વસાવાનાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી પુત્ર મહેશે પોતાનું ફોર્મ પરત ખેંચીને પિતા છોટુ વસાવાને સમર્થન આપ્યું છે.

આ ચૂંટણીમાં રાજ્યની ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક ભારે ચર્ચામાં હતી. ચૂંટણીમાં ઝઘડિયા બેઠકમાં પર પિતા અને પૂત્ર સામ-સામે જંગે ચઢ્યા હતા. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવાએ ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમના પુત્ર મહેશ વસાવા બીટીપી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

બીટીપી એટલે કે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. છોટુ વસાવાના પુત્ર અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આ બેઠક પરથી પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. પરંતુ તેમ છતાં પિતાએ પણ પુત્રને લડત આપવા માટે અહીંથી ઉમેદવારી નોંધાવી છે. હવે આ પારિવારિક ઝઘડામાં મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ છે.

Share This Article