આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

admin
2 Min Read

આણંદ ખાતે વિધાનસભાની ચૂંટણી અન્વયે સ્પેશ્યલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી. જેમાં તેઓએ અધિકારીઓને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આણંદ સરકિટ હાઉસ ખાતે સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અજય નાયક (આઈએએસ) અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વર દિપક મિશ્રા (આઈપીએસ)ના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયૂકત કરવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અજય નાયકે આણંદ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે યોજાનારા મતદાન અને મતગણતરી અન્વયે હાથ ધરવાની થતી કામગીરી સબંધિત વિગતો મેળવી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, મતદાનના દિવસે મતદાન મથકો બહાર લોકો એકઠા ન થાય તેમજ પોલીંગ બુથની અંદર લોકો મત આપતી વખતે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ના કરે તે ઇચ્છનીય છે. આ અંગે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે.

આ ઉપરાંત સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વર દિપક મિશ્રાએ મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં પુર્ણ થાય અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે તમામ અધિકારીઓને સાવચેત રહીને કાર્ય કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીએ આણંદ જિલ્લામાં હાથ ધરાનાર ચૂંટણી સંદર્ભે ઉપસ્થિત સ્પેશ્યલી ઓબ્ઝર્વરને માહિતગાર કરતાં જણાવ્યું હતુ કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમ જણાવી તેમણે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

Share This Article