ડેડીયાપાડામાં રવિન્દ્ર જાડેજાનો રોડ શો, ભાજપના ઉમેદવાર માટે કર્યો પ્રચાર

admin
1 Min Read

નર્મદા જિલ્લાની 149 ડેડીયાપાડા બેઠક પર રાજ્યના સૌથી નાના 30 વર્ષીય યુવાનને મેદાનમાં ઉતાર્યો ઉમેદવારને જંગી મતોથી વિજેતા બનાવવા રવિન્દ્ર જાડેજા પ્રચાર માટે ડેડીયાપાડા પહોંચ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડનું ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર રોડ શો અને જાહેર સભાઓ ગજવી રહ્યાં છે.

રવિદ્ર જાડેજાની રેલીનો રૂટ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યલય, હાટ બજાર ચોકડી ઉમેદવાર હિતેશ વસાવાના ઘરથી, ચાર રસ્તા થઈ, બસ સ્ટેશન થઈ લીમડા ચોક સુધી જવાની હતી પરંતુ અગમ્ય કારણોસર રવીન્દ્ર જાડેજા ચાર રસ્તા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાથી જ પાછા ફર્યા હતા ત્યારે ચાર રસ્તાથી લીમડા ચોક વચ્ચે ચાહકો બેટ પર સહી કરાવવા માટે રાહ જોતા રહી ગયા હતા. આ રોડ શોમાં રવિન્દ્ર જાડેજા, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા મહામંત્રી સહીત આગેવાનો જોડાયા હતો. રાજ્યમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર હિતેશ વસાવાને જીતાડવા ભાજપને મત આપવા વિનંતી કરી હતી. આદિવાસી બહુમતી ધરાવતી ડેડીયાપાડા વિધાનસભાની આ બેઠક પર સ્ટાર પ્રચારક તરીકે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

Share This Article