આણંદની સાત વિધાનસભા મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ કાર્યરત

admin
2 Min Read

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જે પૈકી ફ્લાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાની સાથે જ કાર્યન્વિત બની ગઈ છે.

મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં આવેલા તમામ વિધાનસભા મતવિસ્તારમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્ય કરી રહી છે. દરેક મતવિસ્તારમા મતદારોને રીઝવવા માટે આપવામાં આવતી રોકડ, દારુ કે અન્ય કોઇપણ લોભામણી બાબતો પર આ ટીમો નજર રાખી રહી છે.

આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આંણદ, પેટલાદ, અને સોજીત્રામાં મળીને સાતેય વિધાનસભા બેઠકોમાં ત્રણ અલગ અલગ શિફ્ટમા ફ્લાઇંગ સ્ક્વોડની 21 અને સ્ટેટીક સર્વેલન્સની 21 મળી કુલ 42 ટીમો કાર્યરત છે. જેમા ફ્લાઇંગ સ્ક્વોડની પ્રત્યેક ટીમમા 3 અને સ્ટેટીક સર્વેલન્સની પ્રત્યેક ટીમમા 2 પોલીસકર્મીઓ રાખવામા આવ્યા છે.

આ ઉપરાંત આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન નીચે આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક માટે સઘન કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત પ્રતિબંધિત વસ્તુઓની તેમજ દારુ- રોકડની હેરફેર પર નિયંત્રણ મૂકવા માટે જિલ્લાના સાતેય વિધાનસભા માટે નિમાયેલી ફ્લાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સતત કામગીરી કરી રહી છે. જિલ્લાના પ્રવેશદ્વારો સહિતના વિવિધ ચેકપોસ્ટ, નાકા તથા અન્ય જરૂરી સ્થળોએ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા પૂરી સજ્જતા સાથે કામગીરી હાથ ધરવામા આવી છે.

Share This Article