આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

admin
1 Min Read

વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આણંદ જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાયું હતું. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠકના કુલ 69 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

બીજા રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ આગળ
ઉમરેઠમાં બીજા રાઉન્ડના ભાજપ આગળ
આણંદ બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
પેટલાદ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે કૉંગ્રેસ આગળ

જિલ્લામાં સરેરાશ 68.42 ટકા મતદાન થયું હતું

આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે.

Share This Article