રીલીઝના બીજા દિવસે લીક થઈ ફિલ્મ વોર

admin
1 Min Read

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરને પ્રેક્ષકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, આ એક્શન ફિલ્મ રિલીઝના બીજા જ દિવસે ઓનલાઇન લીક થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈરસી વેબસાઇટ તમિલ રોકર્સ દ્વારા આ ફિલ્મ ઓનલાઇન લિક કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણી વખત કાયદેસરની કાર્યવાહી કરવા છતાં, આ વેબસાઇટ સતત તેનું ડોમેન બદલી નાખે છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સાઇટે ફિલ્મની એચડી પ્રિન્ટ ઓનલાઈન લીક કરી છે. આ પહેલાં રિતિકે તેના ચાહકોને વિનંતી કરી હતી કે ફિલ્મ જોયા પછી પણ આ ફિલ્મની વાર્તા અન્ય લોકોને ન કહે. તેણે ટ્વીટ કર્યું હતું કે તેણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી છે અને તે ઇચ્છે છે કે લોકો ફિલ્મ જાતે જ જોઈ ફિલ્મનો આનંદ લે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વાની કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 2 ઓક્ટોબરે વોર સાથે રીલીઝ થયેલી ચિરંજીવીની ફિલ્મ ‘સાંઈ રા નરસિંમ્હા રેડ્ડી’ પણ ઓનલાઇન લિક થઈ ગઈ છે.

Share This Article