MGRની ભૂમિકામાં જોવા મળશે અરવિંદસ્વામી

admin
1 Min Read

બોલિવૂડની ક્વીન કંગના રનૌત હાલમાં તમિલ સુપરસ્ટાર અને પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકની તૈયારી કરી રહી છે. બાયોપિકનું નામ ‘થલાઇવી’ હશે. કંગના આ ફિલ્મ માટે તમિલ અને ભરતનાટ્યમ પણ શીખી રહી છે કંગના પ્રોસ્થેટિક મેકઅપનો પણ ઉપયોગ કરી રહી છે. બધા જ જાણે છે કે અભિનેતા અને તમિલ રાજકારણી એમ.જી. રામચંદ્રન (એમજીઆર) વગર જયલલિતાની જીવન કથા અધૂરી રહેશે.

જયલલિતાને રાજકારણમાં લાવવામાં અને તેને આગળ વધારવામાં એમજીઆરનું ઘણું મહત્ત્વ હતું અહેવાલો અનુસાર હવે તમિલ સુપરસ્ટાર અરવિંદ સ્વામી આ ફિલ્મમાં એમજીઆરની ભૂમિકા ભજવશે. એમજીઆર અને જયલલિતાએ 1965 થી 1973 ની વચ્ચે 28 સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. નિર્માતાઓને એવા અભિનેતાની શોધ હતી કે જે હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષા બોલી શકે અને અરવિંદ ત્રણેય ભાષાઓ બોલી શકે છે.કંગના નવેમ્બરના પહેલા અઠવાડિયાથી મૈસુરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે જ્યારે અરવિંદ 15 નવેમ્બરથી શૂટિંગ શરૂ કરશે. એ.એલ. વિજય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં જયલલિતાની કિશોરવસ્થાથી લઈને તેમની સંપૂર્ણ રાજકીય સફર બતાવવામાં આવશે.

Share This Article