કરીના કપૂર ઘણી વખત રેડ કાર્પેટ પર, શોમાં અને ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ હવે કરીનાનો ખેતરમાં કામ કરતો વિડિઓ વાયરલ થયો છે. સોશ્યલ મીડિયા પર કરીના કપૂર ખાનનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફિલ્ડમાં કામ કરતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે સામાજિક કાર્યમાં ફાળો આપવા માટે આ કર્યું હતું. ફેમસ યૂ ટ્યુબર પ્રજાકતા કોલી પણ તેની તસવીરો અને વીડિયોમાં કરીના સાથે જોવા મળી હતી. એવું માનવામાં આવે છે કે બંને વૃક્ષારોપણનો ભાગ બન્યા હતા. આ માટે કરીનાએ ખોદકામમાં પણ મદદ કરી હતી. અભિનેત્રીના આ પગલાને ચાહકોની ખુબ પ્રશંસા મળી રહી છે. કરીના કપૂર આ પહેલા યુનિસેફ સાથે પણ કામ કરી ચૂકી છે. તેણી મહિલા સશક્તિકરણ અને બાળકોના વધુ સારા જીવન સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સનો પણ એક ભાગ છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો કરીના કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ માં જોવા મળશે, જેમાં અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ મુખ્ય ભૂમિકામાં છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -