દાહોદ : ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ

admin
2 Min Read

આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જીલ્લો ખેતી પર નભનારો જીલ્લો છે. આ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે સિંચાઈ માટેની કોઈ યોગ્ય સુવિધાઓ આ જિલ્લામાં નહીં હોવાના કારણે માત્ર વરસાદ આધારિત ખેતી પર જ આ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. મુખ્યત્વે આ જિલ્લામાં મકાઈ તેમજ સોયાબીનની ખેતી મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ત્યાર બાદ મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જિલ્લા માં લીલા દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોનો મકાઈ નો ઉભો પાક ભારે વરસાદના પગલે ધોવાઈ ગયો હતો અને જે પાક બચ્યો હતો તે વરસાદના કારણે સડી ગયો હતો. સોયાબીનની ખેતીમાં પણ આજ હાલત ખેડૂતોની થઈ છે. ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.દાહોદ જિલ્લા માં ભારે વરસાદ ના પગલે આ વર્ષે મકાઈ તેમજ સોયાબીન ની ખેતી ને મોટા પાયે નુકશાન થતાં જિલ્લા માં મકાઈ ની આવક પણ ઓછી થઈ છે ત્યારે ખુબજ મહેનત કરી ને ખેતી કરનાર અન્નદાતા ને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય સહાય મળે તેજ ખેડૂતો ની માંગ છે માત્ર ખેતી પર નભતા પરિવારો માટે સરકારી સહાય જીવાદોરી સાબિત થાય અને ખેડૂતો ની પણ દિવાળી સુધરે એન લોક માંગ હાલ ઉભી થઇ છે.

Share This Article