વડોદરા : પંચાયત પ્રમુખ બાદ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

admin
1 Min Read

વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જૂથબંધીનો લાભ ઉઠાવી સત્તા હાંસલ કરવામાં સફળતા મેળવનાર ભાજપે ઉપપ્રમુખ સામે આજે જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જૂથબંધીનો લાભ ઉઠાવી સત્તા હસ્તગત કરવા માટે ભાજપે આજે પ્રમુખ તરીકે કોંગ્રેસના બળવાખોર ઉમેદવારને વિજેતા બનાવ્યા બાદ તક જોઇ ઉપપ્રમુખ એમ.આઇ.પટેલ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી દીધી છે. વિરોધપક્ષના નેતા કમલેશ પરમારની આગેવાની હેઠળ ઉપપ્રમુખ સામે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં ભાજપના ૧૪ સભ્યોની સાથે કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ પન્નાબેન ભટ્ટ સહિત ૯ સભ્યોએ સહીઓ કરી હતી. ઉપપ્રમુખ સામે અવિશ્વાસના પ્રસ્તાવ માટે કોઇ જ યોજના નહીં હોવા છતાં ભાજપે તાબડતોબ દરખાસ્ત રજૂ કરી દેતાં કોંગ્રેસના ૯ સભ્યોમાંથી ૨ સભ્યોએ છેલ્લી ઘડીએ સહી પરત ખેંચી લીધી હતી.જ્યારે એક સભ્યએ સહી કરી નહતી.જેથી કોંગ્રેસના ૬ સભ્યો ભાજપના ૧૪ સભ્યો મળી કુલ ૨૦ સભ્યોએ ઉપપ્રમુખ સામે સહીઓ કરી ડીડીઓ સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

Share This Article