ઉધનાથી ગુમ થયેલી 13 વર્ષની વિદ્યાર્થિની પર અમરોલીમાં દુષ્કર્મ

admin
2 Min Read

સુરત,  ઉધનાથી ગુમ થયેલી 13 વર્ષની વિદ્યાર્થિની પર અમરોલીમાં દુષ્કર્મ આચરાયું હતું. ત્યારબાદ વિદ્યાર્થિનીએ માતાને હકીકત જણાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આરોપી આધેડની ધરપકડ કરી છે અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે, ગત 13મી સપ્ટેમ્બરના રોજ ઉધના ખાતે રહેતી 13 વર્ષીય વિદ્યાર્થિનીને તેની બહેનપણી ઘરેથી ટ્યૂશનના બહાને ભટાર લઈ ગઈ હતી. દીકરી ઘરે ન પહોંચતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હોવાનું માતાએ જણાવ્યું હતું. દરમિયાન 15મીના રોજ સાંજે વરસાદમાં ભીંજાઈને દીકરી ઘરે આવી હતી. બે દિવસ બાદ માસૂમ દીકરીએ પોતાની સાથે થયેલી આપવીતી માતાને જણાવી હતી. ત્યારબાદ માતા દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને 55 વર્ષીય રમેશ ચંદુ ગજ્જરની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસને લઈને તપાસ હાથ ધરી આજે આરોપી આધેડને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિની અને આધેડને મેડિકલ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા બાદ આધેડે ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને કરી છે તો તારા નાના ભાઈ અને પિતાને મારી નાખીશ. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ કેસમાં જે રિક્ષામાં વિદ્યાર્થિનીને લઈ જવામાં આવી હતી તે રિક્ષા ચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જ્યારે આરોપી આધેડ રાજકીય અગ્રણીનાનજીકનોસંબંધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

 

Share This Article