એક ઈંચ વરસાદથી બગસરા થયું પાણી-પાણી

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. જેથી નદી નાળાઓ સહિત ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.  બગસરા પંથકમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા અનરાધાર એક ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો બીજીબાજુ રાજુલા, ખાંભા, ધારી, ચલાલા પંથકમાં પણ વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. જ્યારે કપાસ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ધારી અને ગીરનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. જેને લઈને મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે. બગસરા શહેરમાં રાત્રે અનરાધાર એક ઇંચ વરસાદ પડી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.  બગસરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વરસાદ પડ્યો હતો. અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ધારીના ખોડીયાર ડેમના તમામ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે પાદરગઢ, આંબરડી સહીતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

Share This Article