ડભોઇ : કચ્છી સમાજના પરિવારો દ્વારા યોજાયા ગરબા

admin
1 Min Read

ડભોઇ નગરમાં વસતા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ 300 ઉપરાંત પરીવારો દ્વારા વર્ષ 1980ની સાલથી માતાજીની આરાધના અને સંસ્કૃતી તેમજ ઘરની લાજ ગણાતી દીકરીઓ મહીલાઓ એકત્ર થઈ એક જ જગ્યાએ ગરબાની મઝા માણી શકે તે હેતુ સર 40 વર્ષથી શેરીગરબા શિનોર ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાન ખાતે યોજવામાં આવતા હોય છે. જ્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શેરી ગરબાની આ ધરોહરને નવી પેઢી દ્વારા ઝાડવી રાખવા અને મા આધ્ય શક્તિની સર્વે પરીવારો એક સાથે આરાધના કરી શકે તે હેતુ સર શેરીગરબા મહોત્સવનું આયોજન કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અને યુવક મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જ્યાં નવરાત્રીના નવ દિવસ માની ભકતી ભાવ પૂર્વક આરાધના પૂજા અર્ચના આરતી સાથે ગરબાની રમઝટ બોલાવતા નવા અને જૂની પેઢીના સમાજના લોકો આનંદ અને ઉત્સાહ પૂર્વક નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છે. ગરબામાં વિવિધ પ્રકારના ગરબા બે તાલી, ત્રણતાલી, સમાજના પ્રાચીન ગરબા સહિત નવી પેઢીના ડાંડીયા રાશ તેમજ વિવિધ ટીમલી સહિતના ગરબાની રમઝટ સમાજના લોકો ભારે ઉત્સાહ પૂર્વક રમઝટ બોલાવી નવ દિવસ માતાજીની આરાધનામાં લીન થઈ સમાજની શેરીગરબાની ધરોહરને ઝાળવી રાખી છે.

Share This Article