ભાયલી ગામમાં રહેતા નિરવભાઇ પટેલનું ફરાસખાનાનું ગોડાઉન આવેલું છે, નિરવભાઇની હાજરીમાં ગોડાઉનમાં કામ કરનાર સામાન કાઢી રહ્યા હતા. દરમિયાન એકાએક આગ ભભૂકી ઉઠતા માલિક સહિત તમામ માણસો ગોડાઉનની બહાર નીકળી આવ્યા હતા. અને બોરના પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વિકરાળ હોવાથી આગ બુઝાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.દરમિયાન બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. અને સતત પાણીમારો અને ફર્મ પાઉડરનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ ગોડાઉન સ્થિત ફરાસખાનાનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.વડોદરાના વડીવાડી ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આગ લાગી હોવાનો કોલ મળતા જ અમે ભાયલી ખાતે આવેલા ફરાસખાનાના ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા. અને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -