દુધીવદર અને લુણાગરાને જોડતો પુલ ધરાસાઈ

admin
1 Min Read

જેતપુર તાલુકાનાં લુણાગરા ગામ પાસે ડિસેમ્બર 2018માં જામકંડોરણાથી લુણાગરા અને પાંચપીપળા અને નેશનલ હાઈવેને જોડતો પાંચ કિલોમીટર પુલ બનાવવામાં આવ્યો હતો અને આ આઠ માસ પહેલા બનાવેલ દસ બાર લાખ રૂપિયા નાં ખર્ચે અચાનક ધરાસાઈ થતાં જામકંડોરણા થી લુણાગરા અને પાંચપીપળા અને નેશનલ હાઈવે નો જોડતો પુલ થતાં લોકો ને હેરાન ગતી વેઠવાનો વારો આવ્યો ત્યારે લોખંડ સિમેન્ટ કાંકરી અને અન્ય સામગ્રી થી બનાવેલ પુલ તુટતા તંત્ર નાં અધિકારી એવું જણાવેલ કે વધું પડતાં પાણી નાં પ્રવાહ ને કારણે આ પુલ તુટવા પામ્યો છે આવો લૂલો બચાવ કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા બનાવેલ પુલ માત્ર અમુક માસ માં જ તૂટી જતાં ચોકકસ રીતે અહીં ભ્રષ્ટાચાર થયો હોવાનું મનાય રહયું છે ત્યારે ભ્રષ્ટાચાર કરનારા ઓને સજા થાય તે જરૂરી છે આ બાબતે ધોરાજી અને ઉપલેટા નાં ધારાસભ્ય લલિત વસોયા એ આવા નબળા કામો કરતાં કોન્ટ્રાકટરો અને અધિકારી ઓને સરકાર છાવરવાનો પ્રયત્ન કરે છે આઠ માસ પહેલા બનાવેલ પુલ ધરાસાઈ થતાં તંત્ર ની પોલ છતી થઈ હોય એવું લાગી છે કોગ્રેસ નાં ધારાસભ્યો દ્વારા અનેક વખત રજુઆત અને ધ્યાન દોરવા છતાં સરકાર અમરી રજુઆત ને ધ્યાને લેતાં નથી

 

Share This Article