ગોંડલ સાટોડીયા સોસાયટી ખાતે ગરબાનું આયોજન

admin
1 Min Read

ગોંડલ સાટોડીયા સોસાયટી ખાતે આવેલ ભગવતી ગરબી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે.  જેમાં વર્ષે ભુવારાસ,  મોગલરાસ તેમજ અલગ અલગ સાંસ્કૃતિક રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં સાટોડીયા સોસાયટીના દરેક રહેવાસી દ્વારા જહેમત ઉઠાવી હતી. એમ પણ નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે. માં શક્તિનું આ મહાપર્વ છે. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે. ત્યારે ગોંડલ સાટોડીયા સોસાયટી ખાતે આવેલ ભગવતી ગરબી મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમે છે.  

Share This Article