બેગમપુરા મુંબઈ વડ ખાતે રંગેચંગે નવરાત્રી ઉજવાઈ

admin
1 Min Read

નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓ પરંપરાગત ડ્રેસમાં તૈયાર થઈ મ્યુઝીકના  તાલે મન મુકીને ઝુમી રહ્યાં હતા. ખેલૈયાઓ જેમ રાત વિતતી જાય તેમ રંગતમાં આવતાં હોય તેમ વિવિધ સ્ટેપ્સ સાથે ઝુમી રહ્યાં હતા. ખેલૈયાઓ ગુજરાતી ગરબાના ગીતોની સાથે સાથે હિન્દી ફિલ્મી ગીતો પર ઝુમતાં જોવા મળી રહ્યાં હતા.  ત્યાં સુરતના નવરાત્રીના નવમા દિવસે બેગમપૂરા મુંબઈવડ ખાતે સંતોસી યુવક મંડળ દ્વારા નવરાત્રીના છેલ્લા દિવસે ખુબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંતોસી યુવક મંડળ દ્વારા છેલ્લે ૧૫ વર્ષથી નવરાત્રી પર્વની ઉજવણી કરાઇ રહી છે. નવરાત્રીના નવમા દિવસે મુંબઈવડ ખાતે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેર પ્રમુખ નિતિન ભાઈ ભજીયા વાડા, ધારાસભ્ય શ્રી કાન્તિ ભાઈ બ્લર, માજી કોર્પોરેટર આરતી બેન અને બજરંગદળના પ્રમુખ દેવીલાલ દુબે વગેરે લોકો હાજર રહ્યા હતા. નવલી નવરાત્રીના નવમા દિવસે સંતોષી યુવક મંડળ દ્વારા કેટલાક ખેલૈયાઓ સારા સ્ટેપ વડે ગરબા રમ્યા હતા તેને  ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ નિતિન ભાઈ ભજીયાવાડા હસ્તે ખેલૈયાઓને ઈનામનું વિતરણ કરાયું હતું.

Share This Article