પોલીસ દળમાં વિજયાદશમી પર શસ્ત્ર પૂજન

admin
1 Min Read

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિત અધિકારીઓના હસ્તે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજમ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તમામે પારંપરિક રીતે શસ્ત્ર પૂજા કરી હતી. દશેરાના દિવસે દરેક વ્યક્તી પોતપોતાના શસ્ત્રોની પુજા કરે છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ દર વર્ષની જેમ વર્ષે પણ દશેરાના દિવસે શસ્ત્ર પુજા કરાઈ હતી. લોકોની રક્ષા માટે હંમેશા તત્પર રહેતી પોલીસ દ્વારા પોતાના સાથી એવા શસ્ત્રોની પુજા કરવામાં આવી હતી. સાથે તમામ લોકો સુખઃશાંતિ અને સમૃદ્ધિથી રહે તેવી પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસદળમાં વિજયાદશમી પર શસ્ત્ર પૂજાની જૂની પરંપરા છે. જેમાં શસ્ત્રોની પૂજા કરીને કાયદાની રક્ષા પ્રતિ સંકલ્પ લેવામાં આવે છે. સુરત પોલીસના હેડ ક્વાર્ટરની સાથે સાથે શહેરના અન્ય પોલીસ મથકોમાં પણ શસ્ત્રોની પુજા કરાઈ હતી.

Share This Article