ડભોઇ નગરમાં વસતા સમસ્ત રાજપૂત ક્ષત્રીય સમાજ તેમજ કરણી સેનાનાના ઉપક્રમે અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજયા દશમી નિમિત્તે માં ગઢભવાની માતાજીના મંદિર હીરાભાગોળથી ભવ્ય શોભાયાત્રા નીકડી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરના રાજપૂત ક્ષત્રીયો જોડાયા હતા અને શસ્ત્ર પ્રદર્શન કર્યું હતું. તો વધુમાં તેમના દ્વારા અડવાણી હૉલ ખાતે તલવાર, બંદૂક, સહિતના શસ્ત્રોની વિધિવત રીતે પૂજા કરવામાં આવી. રાજપૂત ક્ષત્રીય સમાજના આગેવાનો રઘુવીર સિહ ચાવડા, હરેન્દ્ર સિંહ ચાવડા, કુલદીપસિંહ અંબાલીયા, નરેન્દ્રસિંહ અટોદરીયાની આગેવાનીમાં સૌર્ય યાત્રા નીકડી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -