જેમ્સ બોન્ડના ચાહકો માટે તેની આગામી ફિલ્મનો ટાઈમ ટુ ડાઈનું પોસ્ટર શનિવારે રીલિઝ કરવામાં આવ્યું છે. બ્રિટિશ અભિનેતા ડેનિયલ ક્રેગ વિશ્વભરમાં લોકપ્રિય બનેલા કાલ્પનિક જાસૂસ જેમ્સ બોન્ડનું પાત્ર ભજવશે. ફિલ્મ મેકર્સે 25મી બોન્ડ ફિલ્મના પ્રસંગે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર રજૂ કર્યું હતું. જેમાં ડેનિયલ ક્રેગ બોન્ડના ટ્રેડમાર્ક બ્લેક કલરના સુટમાં જોવા મળે છે. મેકર્સે ટ્વિટર પર પોસ્ટર રજૂ કરીને જણાવ્યું હતું કે જેમ્સ બોન્ડ દિવસની ઉજવણી કરતા બોન્ડની 25મી ફિલ્મ નો ટાઈમ ટુ ડાઈનું પોસ્ટર રિલીઝ કરવામાં આવી રહ્યું છે.ઓગસ્ટ 2019માં મેકર્સે ફિલ્મના ટાઈટલનો એક ટીઝર વીડિયો જાહેર કરીને બોન્ડના ચાહકોમાં ઉત્સુકતા અને ચર્ચા જગાવી હતી. ક્રેગ પાંચમી વખત બોન્ડની ફિલ્મ કરી રહ્યો છે. ક્રેગે પ્રથમ વખત 2006માં કેસિનો રોયલમાં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 2008માં ક્વોન્ટમ ઓફ સોલાસ, 2012માં સ્કાયફોલ અને 2015માં સ્પેક્ટરમાં પણ આઈકોનિક જાસૂનની ભૂમિકા ભજવી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -