અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું કાગદડી ગામના ખેડૂતોએ સારો વરસાદ પડતા જ મગફળી તેમજ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.પરંતુ સતત પડી રહેલા વરસાદે અહીંના ખેડુતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.અહીંના ખેતરમાં વરસાદને કારણે કપાસ તેમજ મઞફળી ના પાકને માઠી અસર પડી છે.ખેતરોમાં પાણી ભરવાને કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે.ત્યારે કપાસના જીંડવાઓ કાળા પડી રહ્યા છે..તેમજ મઞફળી નો ફાલ પણ બઞડી ઞયેલ હોય અને વરસાદ શરુજ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકશાનની ભીતિસેવી રહ્યા છે.ત્યારે આ અંગે ખેડુતે વનમાં જણાવ્યું હતું કે.વરસાદને કારણે મગફળીમાં ફૂગ આવી રહી છે.જેના કારણે ખેડૂતોએ મગફળીને ઉપાડી લીધી હતી પરંતુ મગફળી ઉપાડી લીધા બાદ પણ વરસાદ પડતાં મગફળીનો પાક પલળી ગયો..જેથી મગફળીના પાકને પણ મોટી નુકશાની થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત છે અને આ અંગે ગામના સરપંચ વિનુભાઈ કાનાણી ગામના લોકોને સાથે રાખીને સહાયની માંગ કરી છે,ત્યારે ખેડૂતો માટે આફત સમાં બનેલો વરસાદ હવે ખેડૂતો માટે કેટલું નુકશાન બનીને વરસશે તેતો આગામી સમય જ બતાવશે,
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -