સુરતમાં યુવકોના અનોખા ગરબા – ખેલૈયાઓએ અલગ અલગ વેશ ધારણ કર્યા

admin
1 Min Read

સુરતના નાની વેડ ગામે યુવકોના અનોખા ગરબા જોવા મળ્યા હતા. તેમાં પણ ખેલૈયાઓ અલગ અલગ વેશ ધારણ કરી ગરબે ઘૂમી રહ્યા હતા. જેવા કે, રાવણ, વકીલ, ડિલિવરી બોય, પોલીસના વેશમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ અનોખા ગરબા સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યા છે. ગરબાથી લોકોને વ્યસન મુક્તિ સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. એમ પણ નવરાત્રી એ હિંદુ-સનાતન ધર્મ નો ખૂબ જ પ્રચલિત તહેવાર છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાત એમ થાય.

આ નવ રાત દરમ્યાન માતાજીના શક્તિ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ધર્મનો અધર્મ પરનો વિજયના પ્રતીક રૂપે આ તહેવાર ઉજવાય છે. ‘મા’ આધ્યશક્તિ જગદંબા દેવો સાથે મળી અસુર મહિશાસુરનો વધ કરે છે તેવી દંતકથાઓ પૌરાણિક સાહિત્યમાં મળે છે. શક્તિની પૂજા જીવન-મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે. નવરાત્રીનો  તહેવાર એ હિંદુઓ માટે નારી શક્તિની આરાધનાનો રૂડો અવસર છે. આમ નવરાત્રી  એટલે નવ રાત સુધી સ્ત્રીના માના સ્વરુપની અખંડ આરાધના.

Share This Article