બગસરામાં ચેકડેમનું સમારકામ ન થતા રોષ

admin
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરામાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેક ચેકડેમો સરકાર દ્વારા બનાવવામાં આવેલ હતા. જે ચેક ડેમો તારીખ 24 – 6 – 2015  ભયંકર પુર હોનારત આવ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બાંધવામાં આવેલા ચેકડેમો તૂટી ગયા છે. જેનો આજે ચાર વર્ષ ઉપરાંત સમય થતાં તંત્રએ ચેકડેમનું રીપેરીંગ કરતા ભરચોમાસે તમામ ચેકડેમો ખાલી રહેતા બગસરા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઈ રાખોલીયાએ ઊંચ કક્ષાએ રજૂઆત કરીને રોષ વ્યક્ત કર્યો છે.

ત્યારે હાલ છેલ્લા બેત્રણ વર્ષથી વરસાદ માત્ર નહિવત થતો હોય ત્યારે વર્ષે સારો વરસાદ થયો પરંતુ એક પણ ચેકડેમો સાજા રહેતા તમામ પાણી નદીમાંથી વહીને દરિયામાં જતુ રહેતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં સતત પાણી માટે મુશ્કેલી વધી રહી છે. ત્યારે હાલ તૂટી ગયેલા ચેકડેમો તંત્ર દ્વારા કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. જેના લીધે વરસાદી પાણીનું સંગ્રહ થાય તો પાણીના તળ ઊંચા આવી શકે તેમ છે અને લાભ ખેડૂતોને પણ થાય તેમ આવનારા સમયમાં પાણીની તંગીથી કટોકટીમાં પણ ઉપયોગી થાય અને ભવિષ્યમાં પાણીના તળ પણ ઊંચા આવી શકે. જેથી ચેકડેમો તૂટી ગયા છે તેને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઇ રાખેલીયાએ માંગણી કરી હોવાનું તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યુ છે.

 

Share This Article