રાજકોટ જીલ્લાના ધોરાજીમાં દશેરા નિમિતે નવદુગાઁ ગરબી મંડળ દ્વારા આયોજીત ભૂલકાં ગરબીનું આયોજન જેમાં 270 થી વધારે બાળકોએ રાસ ગરબા રમ્યા હતા. ધોરાજીનાં બહારપુરાં વણકર વાસ નસીબ ચોક ખાતે નવદુગાઁ ગરબી મંડળ તથા દાતાઓના સહયોગ અને લતાવાસીઓ સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતા નવરાત્રીમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવદુગાઁ ગરબી મંડળનાં હોદદારો કાર્યકર્તા આગેવાનોએ ભારે જહેમત ઊઠાવીને નવ દિવસ માતાજીની આરાધના કરી હતી. ભૂલકાંઓ પણ મન મુકી રાસ ગરબા રમી શકે તેવું વાતાવરણ ઉભું કર્યુ હતુ. આ ગરબી મંડળમાં 270 થી પણ વધારે નાનાં મોટાં ભૂલકાંઓ રાસ ગરબા રમી રહયાં હતા. આ રાસ ગરબામાં રમતાં ભૂલકાંઓને અલગ અલગ પ્રકારની લહાણીઓ આપવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -