રાજકોટમાં આવેલા દેવપરા વિસ્તારમાં પટેલ પરિવાર વચ્ચે મિલકતના પ્રશ્ર્ને ચાલતી અદાવતમાં દિયરે ભાભીને આડેધડ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. તે અવાર નવાર ભાઇ-ભાભી વિરુઘ્ધ અરજીઓ કરતો હોવાનું અને માનસીક અસ્થિર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એકની એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના આવેલા દેવપરા વિસ્તારમાં રહેતી ભારતીબેન ઉમેશભાઇ સરધારા નામની 45 વર્ષની મહીલા પોતાના ઘરની પાછળની શેરીમાં હતી. ત્યારે તેણીના દિયર ચમનભાઇ કડવાભાઇ સરધારા છરી સાથેધસી આવ્યો હતો. ભાભી સાથે રકઝક કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. તેણી લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેન સરધારાએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ધટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે પ્રાથમીક તપાસ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ ભાભીને મોતને ઘાટ ઉતારનાર હત્યારા દિયરને ઝડપી લીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -